New Registration
( Application of College Affiliation )
કોલેજ શરુ કરવા અંગેની માર્ગદર્શિકા તેમજ જોડાણ માટેના જરૂરી દસ્તાવેજોની યાદી

1. ટ્રસ્ટ નોંધનીનો દાખલો તથા ટ્રસ્ટ ડીડ (જેમાં શિક્ષણનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ.)

2. ટ્રસ્ટ મંડળના હોદ્દેદારોની વિગત.

3. ટ્રસ્ટના નામ પર થયેલ ૫ એકર બિનખેતી જમીનના સંપૂર્ણ દસ્તાવેજની વિગત (ટ્રસ્ટીની માલિકીપણા હેઠળની જમીન ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.)

4. જે વિદ્યાશાખામાં જે અભ્યાસક્રમ શરુ કરવાનો હોય તે સબબનો ટ્રસ્ટ મંડળના હોદ્દેદારોનો સ્પષ્ટ ઠરાવની નકલ.

5. જમીનનું શૈક્ષણિક હેતુ માટે ઉપયોગની નકલ (Non-Agriculture land)

6. બિલ્ડીંગના સક્ષમ અધિકારીની સહીવાળા નકશાની પ્રમાણિત નકલ (રજાચિટ્ઠી વિગેરે સાથે)

7. યુ.જી.સી./કાઉન્સિલના નિયમ અનુસાર કોલેજ બિલ્ડીંગના રૂમોની ક્ષેત્રફળની સંપૂર્ણ વિગત.

8. લેબોરેટરીઝ/કોમ્પ્યુટર લેબોરેટરીઝના સાધનોની વિગત.

9. લાઈબ્રેરીના સાધનોની તથા પુસ્તકોની વિગત.

10. ટ્રસ્ટના છેલ્લા ત્રણ વર્ષના ઓડીટ રીપોર્ટની નકલો તથા ટ્રસ્ટના પાનકાર્ડની નકલ.

11. પોતાનું સ્વતંત્ર મકાન ન ધરાવનાર કોલેજએ ત્રણ વર્ષમાં પોતાનું મકાન બનાવી દેવાનું રહેશે. આ માટે સંચાલક મંડળે યુનિવર્સિટીમાં રૂપિયા બાર લાખની ડીપોઝીટ યુનિવર્સિટીના કુલસચિવ અને સંસ્થાના સંયુક્ત નામે મૂકવાના રહેશે.

12. કોલેજના કર્મચારીઓના પગાર-ભથ્થા માટે અનામત ફંડ તરીકે યુનિવર્સિટીના કુલસચિવ અને સંસ્થાના સંયુક્ત નામે રૂપિયા બે લાખ ડીપોઝીટ તરીકે મૂકવાના રહેશે.

13. ઉપર્યુક્ત ડીપોઝીટ પૈકી જે હેતુ કે શરતનું સંસ્થા દ્વારા નિયત સમય મર્યાદામાં પરિપાલન કરવામાં નહિ આવે તો જે તે હેતુસરની ડીપોઝીટ યુનિવર્સિટી દ્વારા જપ્ત કરવામાં આવશે.

14. જે તે અભ્યાસક્રમ માટેનું રાજ્ય સરકારશ્રીનું "ના વાંધા પ્રમાણપત્ર" કે "સૈદ્ધાંતિક પૂર્વ મંજૂરી" મેળવવાની જવાબદારી સંચાલક મંડળની રહેશે.

15. રાજ્ય સરકારશ્રીની સૈદ્ધાંતિક પૂર્વ મંજૂરી વિના સંસ્થા વિદ્યાર્થી પ્રવેશ આપી શકશે નહી અને છતાં પ્રવેશ આપવામાં આવશે તો તે ગેરકાયદેસર પ્રવેશ ગણાશે અને તે માટેની સઘળી જવાબદારી સંસ્થાની રહેશે.

16. મંડળે નવા જોડાણ માટે રાજ્ય સરકારશ્રીના ઠરાવ અનુસાર વિદ્યાશાખા દીઠ રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની છ વર્ષ માટે રીન્યુ કરવાની શરતે યુનિવર્સિટીના કુલસચિવશ્રી અને મંડળના સંયુક્ત નામે રાષ્ટ્રીયકૃત બેંકમાં ડીપોઝીટ મૂકવાની રહેશે. જે પાકતી મુદતે વ્યાજ સહિત રીન્યુ કરવાની રહેશે.

17. સંસ્થાએ પોતાની આર્થિક સદ્ધરતા માટે રૂ.૨૫,૦૦,૦૦૦/- ની રકમ રોકડમાં બેંક બેલેન્સ કે ડીપોઝીટ રૂપે તથા રૂ.૨૫,૦૦,૦૦૦/- ની સ્થાયી/અસ્કયામતો ટ્રસ્ટના નામે હોવાના આધારો યુનિવર્સિટીને રજૂ કરવા.

18. શરત નં.૧૭ અન્વયે મિલકતો ઋણમુક્ત હોવા બાબતનું માન.ચેરીટી કમિશ્નરનું પ્રમાણપત્ર યુનિવર્સિટીને રજૂ કરવું.

19. કોલેજ શરૂ કરતા પહેલા મંડળ પાસે રૂ.૫,૦૦,૦૦૦/- નું વર્કિંગ ફંડ હોવા અંગેના આધારો યુનિવર્સિટીમાં રજૂ કરવા.

20. ટ્રસ્ટ સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય તો તેની વિગતો.

21. અન્ય યુનિવર્સિટી સાથે ટ્રસ્ટ સંકળાયેલ છે કે કેમ? અને જો હા તો તેવા અભ્યાસક્રમ અને યુનિવર્સિટીની વિગતો તથા તે અંગેનું (NOC)

22. બી.એડ્. કોલેજ શરૂ કરવા માટે NCTE ની મંજૂરીનો પત્ર તથા રાજ્ય સરકારશ્રીનું "ના -વાંધા પ્રમાણપત્ર" રજૂ કરવું.

23. નર્સિંગ કોલેજ શરૂ કરવા માટે "નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા" ની મંજૂરી પત્ર તથા રાજ્ય સરકારશ્રીનું "ના -વાંધા પ્રમાણપત્ર" રજૂ કરવું.

24. ડેન્ટલ તથા મેડીકલ કોલેજ શરૂ કરવા માટે 'મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ની મંજૂરી પત્ર તથા સરકારશ્રીનું "ના -વાંધા પ્રમાણપત્ર" રજૂ કરવું

25. હોમીયોપેથીક કોલેજ શરૂ કરવા માટે 'હોમીયોપેથીક કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ની મંજૂરી પત્ર તથા સરકારશ્રીનું "ના -વાંધા પ્રમાણપત્ર" રજૂ કરવું.

26. જોડાણ ફી ઓર્ડીનન્સ- _____() મુજબ લેવાના રહેશે.

27. ફિઝીયોથેરાપી કોલેજ શરૂ કરવા માટે ધી ઇન્ડિયન એસોસિએશન ઓફ ફીઝીયીથેરાપી કાઉન્સિલનો મંજૂરી પત્ર તથા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને તબીબી વિભાગ, ગાંધીનગરનું ઈસેન્સીયાલીટી સર્ટીફીકેટ રજૂ કરવું.

28. કાયદા વિદ્યાશાખાની કોલેજ શરૂ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીનો મંજૂરી પત્ર રજૂ કરવાનો રહેશે તેમજ શિક્ષણ વિભાગ, ગાંધીનગરનું એન.ઓ.સી. સર્ટીફીકેટ રજૂ કરવાનું રહેશે.

29. વિદ્યાશાખાની કોલેજોએ જે તે વિદ્યાશાખાને લગતી કાઉન્સિલ મુજબની શરતોનું પરિપાલન કરવાનું રહેશે.

30. વર્ગખંડમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરેલી હોવી જોઈએ.

31. કોલેજ કેમ્પસ અને બિલ્ડીંગ ખાતે અગ્નિશમનના સાધનો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ.

32. એ.આઈ.એસ.એચ.ઈ. (A.I.S.H.E.) પર કોલેજની માહિતી અપલોડ કરવાની રહેશે.

  If you agree with this.Please proceed with the button.